top of page

આવો કુદરતના ખોળે પાછા ફરીએ, સજીવ ખેતીનો સ્વાદ માણીએ

About Us
NB9_4121.JPG

નમસ્તે, વૃંદાવન મેંગો ફાર્મમાં આપનું સ્વાગત છે

વૃંદાવન ફાર્મની સ્થાપના વર્ષ ૨૦૦૨ માં શ્રી નાથાભાઇ ભાટુ દ્વારા કરાઇ હતી. વર્ષ ૨૦૦૫ થી વૃંદાવન ફાર્મમાં પરંપરાગત સિદ્ધાંતો અને આધુનિક પધ્ધતિથી આંબાના વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે.

અમારા સ્થાપક

IMG_0167_edited.jpg

શ્રી નાથાભાઈ ભાટુ

સ્થાપક

શ્રી નાથાભાઇ ભાટુ એક પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક વિચારધારા ધરાવતા ખેડૂત છે. શ્રી નાથાભાઇની ખંતપૂર્ણ અને મહેનતકશ ખેતીના લીધે વૃંદાવન ફાર્મની કેસર કેરીને ઘણી પ્રસિદ્ધિ મળી છે. ગુજરાતમાં ઘનિષ્ઠ વાવેતર (હાઇ ડેન્સિટિ)ની સફળતાપૂર્વક શરૂઆત શ્રી નાથાભાઇ દ્વારા કરવામાં આવી છે.

શ્રી ભાટુએ ડો ડી કે વરુ (પ્રોફેસર અને એચઓડી-ડિપાર્ટમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર-જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી), શ્રી એ એમ કરમુર (સહાયક બાગાયત નિયામક, જૂનાગઢ, ગુજરાત સરકાર) અને શ્રી વી જી હદવાણી (સહાયક બાગાયત નિયામક, તાલાલા, ગુજરાત સરકાર) ના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ ઇઝરાયેલમાં વિકસિત ઘનિષ્ઠ વાવેતર (હાઇ ડેન્સિટી પ્લાન્ટેશન) પધ્ધતિથી આંબાનું વાવેતર કર્યું છે 

શ્રી ભાટુ માને છે કે ઘનિષ્ઠ વાવેતર (હાઇ ડેન્સિટી પ્લાન્ટેશન) પધ્ધતિથી વૃક્ષો વાવવા એ ખેડૂતો માટે વધુ કાર્યક્ષમ અને ફાયદાકારક છે. શ્રી ભાટુએ ગુજરાતની આસપાસના ઘણા ખેડૂતોને હાઈ ડેન્સિટી કેરીના વૃક્ષના વાવેતર વિશે પ્રેરણા અને માર્ગદર્શન આપ્યું છે.

શ્રીમતી લીરીબેન ભાટુ

સહ - સ્થાપક

વૃંદાવન મેંગોફાર્મના વિકાસમાં લીરીબેનનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. લીરીબેન પ્રેમાળ મનથી ગૌશાળા નિભાવે છે અને ગૌશાળાને ખેતી સાથે એકીકૃત પણ કર્યું છે. તેમના પ્રયત્નોથી ગાય આધારીત ખેતી સાધ્ય બની છે.

IMG_0172_edited.jpg

ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિનો સમન્વય, કુદરતી પરિબળોનો સહયોગ, ભાટુ પરિવારના ઉમદા વિચારોનું વાવેતર અને પુરુષાર્થનું ઉત્કૃષ્ટ સર્જન એટલે વૃંદાવન મેંગોફર્મની કેસર કેરી.

ea23f695-2e2e-4e9a-ae82-50fb3aec5499.jpg

Experience the authentic flavor of mangoes throughout the year

7.png

Organic Kesar Mango Cubes

Our Organic Frozen Mango Cubes are the perfect way to enjoy ripe, sweet mangoes all year round! Our cubes are frozen at the peak of ripeness and are 100% organic and without any preservatives. Each cube is bursting with flavor and perfect for smoothies, desserts, and more. Enjoy the taste of nature with our frozen mango cubes

8.png

Organic Kesar Mango Pulp

Our Organic Kesar Mango Pulp is made with only the finest and freshest Kesar Mangoes. Our mangoes are 100% organic and are grown without any added preservatives, ensuring a pure, flavorful, and healthy product. Enjoy this delicious pulp in your favorite recipes or simply eat it as is - either way, you're sure to enjoy the natural sweetness and delightful taste of our Kesar Mangoes.

9.png

Organic Jamun Pulp

Our Organic Jamun Pulp is the perfect addition to any kitchen. Our jamun is 100% organic and contains no added preservatives. This delicious, sweet-sour fruit can be used to make delicious jamun juice or added to a variety of dishes. Enjoy the unique flavor and health benefits of this nutritious fruit. Experience the freshness of our farm-grown jamun pulp and add it to your next meal.

વૃંદાવન ફાર્મની કેરી શા માટે પસંદ કરવી?

વૃંદાવન ફાર્મ ગિરનાર(જુનાગઢ)ની ગોદમાં ૩૦૦૦ કેસર કેરીના આંબાનું વૈજ્ઞાનિક ઢબે વિકસિત કરેલું ફાર્મ. ગુજરાતનું સૌપ્રથમ ઘનિષ્ઠ વાવેતર (હાઇ ડેન્સિટિ) પધ્ધતિથી વિકસિત મેંગોફાર્મ. 

બાગાયત ખેતીના પારંગત નિષ્ણાંતો તથા કૃષિ વૈજ્ઞાનિકોના સહિયારા પ્રયાસો અને માવજતથી વિકસિત ફાર્મ. 

અમારી જ ગૌશાળાની ગીર ગાયનું ગૌમુત્ર, દેસી તેમજ વર્મીકંપોસ્ટ ખાતર અને સજીવ ખેતીના સિદ્ધાંતો સાથે ડ્રીપ ઇરીગેશન દ્વારા પ્રત્યેક ઝાડનો ઉછેર. 

વૃંદાવન ફાર્મ ગિરનાર પર્વતની ગોદમાં પથરાળ જમીનમાં આવેલ છે, જેથી અહીની કેરીમાં પથ્થરની કેરીની કુદરતી મીઠાશ મળી રહે છે. આવી કેરી ઉત્તમ ગુણવત્તા ધરાવતી મીઠાશ સ્વાદ સુગંધ અને વિટામીનોથી ભરપુર છે.

અમારા ફાર્મ પર “શાખ“ પડ્યા પછી જ ફળ ને વેડવામાં આવે છે. એટલે કે પાકવા યોગ્ય કેરી તૈયાર થયે જ તેને ઉતારવામાં આવે છે, જેથી આપને ઘરે કાચી કેરી પકાવવામાં કોઈ મુશ્કેલી પડતી નથી અને કાર્બેટ તેમજ અન્ય રસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી. જેથી કુદરતી સ્વાદ જળવાઈ રહે છે તેમજ ફળ બગડતાં નથી. કેરી બોક્સમાં જ રાખી મુક્તા ૫ થી ૬ દિવસમાં કુદરતી રીતે જ પાકી જશે.

મહેમાનોની મુલાકાત

ફાર્મ ખાતે

20211114_081205_edited.jpg
Photo Gallery

ફોટો ગેલેરી

અધિકારપત્ર

APEDA REGISTRATION.jpeg

APEDA કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીનું પ્રતિનિધિત્વ કરે છે. તે એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ, 1985 હેઠળ રચાયેલી સરકારી એજન્સી છે, જે સુનિશ્ચિત વસ્તુઓની નિકાસના વિકાસ અને પ્રગતિ માટે છે. 

Untitled design.png

સહભાગી ગેરંટી સિસ્ટમ [PGS-India] એ ભારતમા ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રમાણિત કરવાની પ્રક્રિયા છે, જે ખાતરી કરે છે કે તેમનું ઉત્પાદન નિર્ધારિત ગુણવત્તાના ધોરણો અનુસાર થાય છે. 

Contact Us
શું તમે ક્યારેય અમારી કેસર કેરીનો સ્વાદ ચાખ્યો છે?
કૃપા કરીને અમને તમારો પ્રતિસાદ અહીં આપો
ખૂબ જ ખરાબખરાબસારુંબહુ સારુંઉત્તમ

તમારો પ્રતિસાદ અમારી સાથે શેર કરવા બદલ આભાર!

અમારો સંપર્ક કરો

વૃંદાવન મેંગો ફાર્મ એન્ડ નર્સરી
ભેસાણ રોડ, ચોકલી ગામ પાસે,
જૂનાગઢ, ગુજરાત [362001]
ભારત.

9825405892/ 9825405893

  • Instagram
  • Facebook

સબમિટ કરવા બદલ આભાર!

bottom of page